નખત્રાણા શહેરની મધ્યભાગમાં આવેલ સૌથી જૂની સમાજ એટલે શ્રી સત્યનારાયણ પાટીદાર સનાતન સમાજ (મધ્યવિભાગ) લગભગ સો વરસથી વધારે જૂની આ સમાજ ની સ્થાપના ૧૯૪૫ ના અરસા માં થયેલ છે. આ અગાઉ નખત્રાણા ની ત્રણેય સમાજ આ સમાજ માં સંયુક્ત રૂપે હતી. ૧૯૪૮ માં શ્રી સત્યનારાયણ ભગવાન ના મંદિર ની સ્થાપના થયેલ. એ સમયે આપણી સમાજ ના વડીલો જેવા કે સ્વ. માવજીભાઈ પુંજાભાઈ ભગત, સ્વ. દેવજી કચરા રૈયાણી, સ્વ. ભાણજી પચાણ કેશરાણી, સ્વ. વીરજી મનજી જબુઆણી, સ્વ. હંસરાજ વાલજી કેશરાણી, સ્વ. શામજી વાલજી મુખી, સ્વ. કાનજી અબજી નાથાણી, સ્વ. હંસરાજ દાના છાભૈયા, સ્વ. વાલજી યશરાજ ધનાણી જેવા વડીલો એ સમાજ ની રચના માં મહત્વ નો ફાળો આપેલ તેમજ સમાજનું યોગ્ય નેતૃત્વ કરેલ. ૧૯૬૫ સુદી પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ અને આપણી સમાજ ની નવરાત્રી આપણી સમાજના પ્રાંગણ માં ઉજવાતી હતી, સમાજ ની સ્થાપના બાદ આપણી સમાજ નો વહીવટ નાગપુર થી સ્વ. વાલજી જશરાજ ધનાણી તેમજ સ્વ. કરશન મનજી સાંખલા જેવા વડીલો કરતા હતા.
એકતા ભાઈચારો ધરાવનાર આ સમાજ ના સત્યનારાયણ ભગવાન ના મંદિર નો સુવર્ણજયંતી મહોત્સવ ઓગસ્ટ ૧૯૯૮ માં ભવ્ય રીતે ઉજવેલ સાથે નુતન પાટીદાર સમાજવાડી નો ઉદ્ગાટન સમારોહ સાથેજ રંગેચંગે આયોજીત કરેલ.