આજથી ગણા વર્ષો પૂર્વે ઇ.સ. ૧૯૪૮ માં શ્રી સત્યનારાયણ પાટીદાર સમાજ (મધ્ય વિભાગ) નખત્રાણા દ્વારા સંપ-સંગઠન અને જ્ઞાતિના સર્વાંગી વિકાસ નો પાયો નાખીને વડીલોની હાજરીમાં જે બીજ વાવેલું તેમાંથી આપણો આજનો – અત્યારનો વિકસેલો સમાજ પાંગરીને વટવૃક્ષ બની રહ્યો છે એનો ઉછેર કરવામાં તમામ જ્ઞાતિજનો નો અમૂલ્ય ફાળો છે આ વટવૃક્ષ ની એક શાખા એટલે શ્રી પાટીદાર ઉત્સવ મંડળ કે જેમને ૧૯૯૮ ની સાલમાં વડીલોના માર્ગદર્શન માં રહીને એજ વર્ષે શ્રી સત્યનારાયણ ભગવાન ના મંદિરનો સુવર્ણ જયંતી મહોત્સવ ભાવ ભક્તિ શ્રધ્ધાથી રંગે ચંગે ઉજવ્યો અને આ મહોત્સવ થકી ઉત્સવ મંડળનો કાર્ય પધ્ધતિમાં નિખાર આવ્યો.
૧૯૯૨ થી અત્યાર સુધી શિક્ષણ, મેડીકલ, સ્પોર્ટ્સ તેમજ સામાજીક જાગૃતિ વિકાસ ને લગતા વિવિધ કાર્યક્રમો થતા રહ્યા છે શ્રી સત્યનારાયણ પાટીદાર ઉત્સવ મંડળ ની સ્થાપના ને ૨૫ (પચીશ) વર્ષ પુરા થતા રજત જયંતી મહોત્સવ – ૨૦૧૭ ઉજાવવા માટે આપણને બદ્ધાને ખુબજ ઉમંગ અને આનંદ છે.
રજત જયંતી મહોત્સવ – ૨૦૧૭ માં રંગારંગ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી યોજાવાના છે સાથે આ ત્રણેય દિવસો દરમ્યાન જ્ઞાતીસમાજ ને વધુ સંગઠિત કરવાના પ્રયાસો માં પણ વધુ જાગૃતિ લાવવા કટીબધ્ધ થવાનું છે ત્યારે શ્રી સત્યનારાયણ પાટીદાર ઉત્સવ મંડળ ની ભવ્યતા ના ઉત્સવ એવા રજત જયંતી મહોત્સવ – ૨૦૧૭ દરમ્યાન યોજાનારા તમામ કાર્યક્રમો ની માહિતી આ સાથે આપશ્રી ને સાદર મોકલેલ છે ત્યારે આ ભવ્ય સંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ માં પધારવા આપશ્રી ને હરખ ભર્યું નિમંત્રણ છે.
સમગ્ર ભારતદેશ ના ખૂણે ખૂણે વસેલા આપણા સમાજના મહેનતકશ, પ્રમાણિક સમાજની શક્તિ સમાન પરિવાર વત્સલ સોં વડીલો, ભાઈ – બહેનો, બાળવ્રુંદ સહીત અવિસ્મરણીય આનંદ ઉત્સવ સમા આ કાર્યક્રમ માં અવશ્ય પધારશો.
અંતરના આંગણે મનનાં મોતી થી તમને આવકારવા અને સહુ આતુર છીએ.